પી.સી.ઓ.ડી (PCOD) થી પરેશાન યુવતીઓ – વૈદ્ય મહેશ અખાણી
અક્કલ વિનાનું આંધળું અનુસરણ એટલે ફેશન. એક વ્યક્તિએ કર્યું, બીજાએ જોયું અને ત્રીજા એ અપનાવ્યું આનું નામ ફેશન. શા માટે? એવું પૂછવાનું નહિ. શા માટે પૂછ્યા પછી, બુદ્ધિમાં ઉતરે પછી જે અપનાવે તે બુદ્ધિશાળી. બુદ્ધિમાં ઉતર્યા પછી જે માત્ર ચર્ચા જ કરે, અપનાવે નહિ તે બુદ્ધિવાદી.
રસ્તા વચ્ચે ઉભારહીને ગોલ- ગપ્પા ખાવા કે ચુસ્ત કપડાં પહેરવા, આળસને ઓઢીને મોડા સુધી સૂઈ રહેવું કે આળસુની જેમ પડ્યા રહેવું, વ્યાયામ કરવો નહિ, ભારે ખોરાક ભરપેટ ખાવો અને ખાઈને સૂઈ જવું આ બધું જાણે આજના કહેવાતા યુવાનને માટે ફેશન થઇ ગઈ છે.
આવી રહેણી- કરણીથી થોડું પણ ચાલવામાં કે વ્યાયામ કરવામાં અશક્તિનો અનુભવ થાય, શરીરનું વજન વધે, લોહી બગડે, આમદોષ વધે, થાક અને અશક્તિ લાગે, સોજા થાય, માથાના વાળ ખરે, શરીરનો રંગ- રૂપ બદલાઈ જાય, આર્તવ પ્રવૃત્તિ અનિયમિત થાય અને ઓછું માસિક ધર્મ આવે ત્યારે સમજવું કે ગર્ભાશયમાં ખામી છે એટલેકે પી.સી.ઓ.ડી છે તેથી તરતજ આ ખામી દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પી.સી.ઓ.ડી એટલે પોલીસિસ્ટીક ઓવેરિયન ડીસીઝ એટલેકે સ્ત્રીઓમાં બીજ બનાવનાર ગ્રંથી ઉપર નાનકડી ગાંઠ થવી.
આપણા શરીરમાં રહેલા હોર્મોન- અંતસ્ત્રાવ એ શરીરના સર્વાંગી વિકાસ માટે સૌથી વધુ અગત્યનો ભાગ ભજવે છે અને તે બધા હોર્મોન એક બીજા સાથે જોડાયેલા છે તેથી પી.સી.ઓ.ડી રોગ નથી માંતાદાવામાં આવતું તો પ્રમેહ કે મધુમેહ થાય છે. પરંતુ તેમાં અવરોધ કરે છે… આમદોષ. પાચનની નબળાઈ અને વ્યાયામનો અભાવ. આજના ફેશનના જમાનાનું સૌથી મોટું દૂષણ પણ આ જ છે ત્યારે પ્રત્યેક યુવતીએ પોતાનું ભવિષ્યનું જીવન સુંદર અને નીરોગી બનાવવું હોય તો…..
• નિત્ય, નિયમિત વ્યાયામ કરજો.
• આંધળું અનુકરણ નહિ પરંતુ બુદ્ધિમાં ઉતારે તે જ અપનાવજો.
• ચુસ્ત કપડાં પહેરશો નહિ.
• ટેસ્ટી નહિ પરંતુ પોષણ આપનાર આહારનું સેવન કરજો.
• ગાયનું દૂધ અને ગાયનું ઘી નિયમિત ખાજો. વજનનો ભય રાખશો નહિ.
• વધુ પ્રમાણમાં ખવાતું નમક, તીખો, તળેલો, અને ક્ષારવાળો ખોરાક ખાશો નહિ તેનાથી શરીરની શક્તિ અને સૌંદર્ય ઘટે છે.
• આર્તવ કે ગર્ભાશયની કોઈપણ ખામીનાં ઉપરોક્ત કોઈપણ લક્ષણ જોવા મળે કે તરતજ વૈદ્ય પાસે જઈને પંચકર્મ પધ્ધતિથી વિરેચનકર્મ કરાવી લેજો. શરીરની શુદ્ધિ થશે અને રોગનું મૂળ કારણ દૂર થઇ જશે.
• અનુભવી વૈદ્ય પી.સી.ઓ.ડી નું દર્દ દૂર કરવા માટે ચંદ્રપ્રભાવટી, ગળોઘન એટલેકે સંશમનીવટી, જેવાં ઔષધો આપે છે.
Amrut Ayurved Kendra
(NABH Accredited)
🏥 “Ayurveda Sankul”
Near Hanumaan Tekari & Shree Arcade,
Abu highway,
Palanpur(Guj.) – 385001
INDIA
Mo – +91 9428371155
Vd Mahesh Akhani
Vd Parashar Akhani