Skip to main content

ઉત્તમ ઔષધી- ચરી

આયુર્વેદમાં એક કહેવત છે, દરદી જો ચરી યોગ્ય પ્રકારે પાળે છે તો ઔષધનું શું કામ? અને દરદી જો યોગ્ય રીતે ચરી નથી પાળતા તો પણ ઔષધનું શું કામ? એટલેકે

૧. કોઈપણ રોગ મટાડવા માટે સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે તે રોગ થવાનું કારણ શું છે? તે કારણ શોધીને તે તે કારણને દૂર કરવામાં આવે તો દર્દ ઝડપથી દૂર થાય છે.

૨. જેમ આળસ અને આરામથી જીવન જીવવાથી મેદદુષ્ટિ થાય અને તેથી હૃદયરોગ, મધુમેહ કે કિડનીના રોગ થાય પરંતુ રોગ થયા પછી ગળ્યું બંધ કરવું જ પડે. ગળ્યું ખાવાથી આ રોગો થયા નથી તેવીરીતે કોઈપણ રોગમાં શરૂઆતની અવસ્થામાં જે આહાર અને વિહારની પરહેજ જરૂરી છે તે પાળવામાં આવે તો દવાની જરૂર જ રહેતી નથી. પરહેજથી જ રોગ મટી જાય છે.

૩. જો પરહેજ પાળવામાં આવતી નથી તો પણ દવાની જરૂર નથી કારણકે તેવા દરદીને કોઈપણ દવા અસરકર્તા થતી નથી અને દર્દ પણ દૂર થતું નથી અર્થાત પરહેજ- ચરી એ જ ઉત્તમ ઔષધી છે.

૪. ચરી એટલેકે પથ્યાપથ્ય વિષે આદ્ય શંકરાચાર્ય પણ કહે છે કે, ભૂખને દરરોજનો રોગ જાણીને તેની ચિકિત્સા કરવી. અહીં ભૂખને રોગ કહ્યો અને ખોરાકને દવા કહી તે ઘણું જ સૂચક છે.

૫. જેમ દવા જરૂરી હોય તો જ લેવાય તેમ ભૂખ લાગે ત્યારે જ જમવું જોઈએ. ભૂખના હોય તો ખાવું જોઈએ નહિ. જેટલી ભૂખ હોય તેથી ઓછું કે અડધું જ ખાવું જોઈએ. ઋતુ, પ્રકૃતિને અનુરૂપ ભોજન કરવું જોઈએ. ભોજનમાં વિરુધ્ધાહાર લેવો જોઈએ નહિ.

૬. અંગ્રેજીમાં કહ્યું છે, ટુ ઈટ ટુ લીવ. જીવવા માટે જ ભોજન કરવું જોઈએ. ભોજન માટે જીવવું તે વિચાર તદ્દન ખોટો છે. ભોજન સારું હોય, પીરસનાર પ્રેમાળ હોય પરંતુ પેટ પોતાનું છે તેમ સમજીને ભોજન કરવું જોઈએ. જે કોઈ પદાર્થ શરીરને ટકાવી રાખે તથા તંદુરસ્ત રાખે તે જ અમૃત અને તેનાથી ઉલટું કરે તે ઝેર.

૭. મન દઈને ખાવું જોઈએ. ભોજન એ પ્રભુની પ્રસાદી છે. અગ્નિ સ્વરૂપે ભગવાન જ અન્નનું હવન- પાચન કરે છે. આપણે ખોરાક લઈએ છીએ પરંતુ તેને પચાવવાની, લોહી બનાવવાની શક્તિ આપણી નથી. તે તો આપણી અંદર બેસીને અગ્નિ સ્વરૂપે ભગવાન કરે છે, આવા ભાવ સાથે ભગવાનમાં- આપણા ઇષ્ટદેવમાં મન પરોવીને ભોજન કરવું જોઈએ.

૮. સો સૂર્યનમસ્કાર કરે તેને બે બદામ પચે. સૂકોમેવો પચવામાં ખૂબજ ભારે હોય છે અને આપણે બદામનો નાસ્તો કરીએ છીએ પછી ખાધેલો ખોરાકનું કેવીરીતે પાચન થાય? તેથી આયુર્વેદે કહ્યું છે, પચવામાં ભારે હોય તેવો ખોરાક ઓછો ખાવો અને પચવામાં હલકો હોય તે ખોરાક પેટ ભરીને ખાવો નહિ.

વૈદ્ય મહેશ અ. અખાણી, વૈદ્ય પરાશર મ. અખાણી.

અમૃત આયુર્વેદ કેન્દ્ર,

આયુર્વેદ સંકુલ, હનુમાન ટેકરી, પાલનપુર. મો. +91 9428371155.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *